મોરબી અપડેટ : (સ્પેશિયલ સ્ટોરી) ક્રિકેટ જગતના સૌથી મોટા અને રોમાંચક મુકાબલાની ઘડી હવે ગણતરીના કલાકો દૂર છે. આવતીકાલે, 15 ફેબ્રુઆરી 2026 (રવિવાર) ના રોજ T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ ખેલાશે. શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે યોજાનારી આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલાં, 'મોરબી અપડેટ' તમારા માટે લઈને આવ્યું છે બંને ટીમો વચ્ચેના આંકડાકીય સમીકરણો અને ખાસ માહિતી.ઐતિહાસિક વર્ચસ્વમાં ભારતનો દબદબોઆંકડાઓ ગવાહી આપે છે કે વર્લ્ડ કપમાં હંમેશા ભારતનું પલડું ભારે રહ્યું છે.- T20 વર્લ્ડ કપ: અત્યાર સુધી રમાયેલી 8 મેચોમાંથી ભારતે 7 વખત પાકિસ્તાનને ધૂળ ચટાડી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 1 જ વાર જીતી શક્યું છે.- તમામ ICC ટુર્નામેન્ટ (વનડે અને T20): કુલ 22 મહામુકાબલાઓમાંથી ભારતે 18 માં જીત મેળવી છે અને પાકિસ્તાનના ફાળે માત્ર 4 જીત આવી છે.નવા યુગની શરૂઆત: વિરાટ અને રોહિત વિનાનો પ્રથમ વર્લ્ડ કપ જંગઆ વખતે ભારતીય ટીમમાં એક મોટો બદલાવ જોવા મળશે. પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં અકલ્પનીય 308 ની એવરેજ ધરાવનાર 'કિંગ' વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો મેદાનમાં નહીં હોય. પરંતુ તેમના ઐતિહાસિક રેકોર્ડ્સ હંમેશા યાદગાર રહેશે. હવે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપમાં ભારતીય યુવા બ્રિગેડ પર પાકિસ્તાન સામે વિજયી સિલસિલો જાળવી રાખવાની મોટી જવાબદારી રહેશે.મેદાન પર કોનો જાદુ ચાલશે? (પ્લેયર ટુ વોચ)હાર્દિક પંડ્યા: ભારત-પાકિસ્તાન T20I મેચોમાં હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર છે. તેણે અત્યાર સુધીમાં 15 વિકેટ ઝડપીને પાકિસ્તાની બેટ્સમેનોને પરેશાન કર્યા છે.અભિષેક શર્મા: આ યુવા ઓપનર હાલ જબરદસ્ત ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની માત્ર 3 ઇનિંગ્સમાં તેણે 189.65 ની આક્રમક સ્ટ્રાઇક રેટથી 110 રન ફટકાર્યા છે. આવતીકાલે તેના બેટથી આતશબાજીની અપેક્ષા છે.કોલંબોનો રેકોર્ડ અને હવામાનની ચેતવણીઆર. પ્રેમદાસા સ્ટેડિયમ ભારત માટે લકી રહ્યું છે. ભારતે આ મેદાન પર રમેલી 15 T20 મેચોમાંથી 11 મેચોમાં શાનદાર જીત મેળવી છે.બંને ટીમોના અત્યાર સુધીના સ્કોરબોર્ડની વાત કરીએ તો ભારતનો સૌથી વધુ સ્કોર 160 અને સૌથી ઓછો 119 રન છે. જ્યારે પાકિસ્તાનનો હાઈએસ્ટ સ્કોર 159 અને લોએસ્ટ 113 રન છે.જોકે, ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાનો વિષય એ છે કે હવામાન વિભાગની આગાહી મુજબ મેચ દરમિયાન વરસાદ વિઘ્ન પાડી શકે છે.#MorbiUpdate #IndiaVsPakistan #T20WorldCup2026 #INDvPAK