મોરબી: આગામી 15મી ફેબ્રુઆરીના રોજ પવિત્ર 'મહાશિવરાત્રી'ના પર્વને લઈ, મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શિવભક્તોની આસ્થા અને તહેવારની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી 15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રી નિમિત્તે મોરબી શહેર વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ ફરજિયાત બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, શહેરમાં ક્યાંય પણ માંસ, મટન, ચીકન તથા મચ્છીનું વેચાણ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.નિયમભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહીઆ જાહેરનામામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સંબંધિત તમામ વેપારીઓએ આ આદેશની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે, તો તેની સામે જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 હેઠળ ધોરણસરની કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.