ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો માન્યો આભારમોરબી: મોરબીના ગ્રામ્ય વિસ્તારોના રોડ-રસ્તાના પ્રશ્નો ઉકેલવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી મોરબી-નાની વાવડી-બગથળા-માણેકવાડાને જોડતા રોડ માટે 77 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.• રોડ પ્રોજેક્ટની મુખ્ય વિગતો: • કુલ મંજૂર રકમ: ₹77 કરોડ રૂપિયા. • રસ્તાની લંબાઈ-પહોળાઈ: આશરે 20.65 કિલોમીટર લાંબો અને 10 મીટર પહોળો. • કયા વિસ્તારોને લાભ: મોરબી-નાની વાવડી - બગથલા - માણેકવાડા રોડ.આ મંજૂરી બદલ ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે. આ નવા રોડને કારણે સ્થાનિકોના પરિવહનની સુવિધામાં મોટો સુધારો થશે.