મોરબી : મોરબી જિલ્લાના ઝીકીયાળી ગામે આગામી મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ધર્મ અને શિક્ષણના સમન્વય સમાન એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'સમસ્ત બાવરવા પરિવાર' દ્વારા આગામી તારીખ ૧૫-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ 'મહાશિવરાત્રી મહોત્સવ અને વિદ્યાર્થી સન્માન સમારોહ - ૨૦૨૬' નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારના તમામ સભ્યોનો ઉત્કર્ષ, પરસ્પર સ્નેહ-મિલન અને સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવાનો છે. ઝીકીયાળી સ્થિત શિવ મંદિરના સાનિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં શિવ ઉપાસનાની સાથે સમાજના હોનહાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા• તારીખ: ૧૫-૦૨-૨૦૨૬, રવિવાર (મહાવદ ૧૩, સંવત ૨૦૮૨)• સ્થળ: શિવ મંદિર, મુ. ઝીકીયાળી, તા. જિ. મોરબી.• કાર્યક્રમ પ્રારંભ (વિદ્યાર્થી સન્માન): સવારે ૯:૦૦ કલાકે• મહાપ્રસાદ: બપોરે ૧૨:૦૦ કલાકેઆ ધાર્મિક અને સામાજિક પ્રસંગે સમસ્ત બાવરવા પરિવારના સભ્યોને સમયસર ઉપસ્થિત રહી મહાદેવના આશીર્વાદ લેવા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 'સમસ્ત બાવરવા પરિવાર' દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ થકી પરિવારમાં એકતા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.