મોરબી અપડેટ: આર્થિક સંકડામણ અને દેવાના બોજા હેઠળ દબાયેલા મોરબી સહિત રાજ્યભરના સામાન્ય નાગરિકો અને વેપારીઓને રાહત અપાવવા માટે મોરબી ખાતે 'કરજા મુક્તિ અભિયાન' (Karza Mukti Abhiyan) અંતર્ગત એક ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં અભિયાનના રાષ્ટ્રીય પ્રણેતા શાહનવાઝ ચૌધરી ભારતીય ખાસ દિલ્હીથી ઉપસ્થિત રહ્યા હતા અને દેવાદારોને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત માહિતી આપી કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મીટિંગમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા શાહનવાઝ ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી આંકડા મુજબ છેલ્લા 3 વર્ષમાં દેશમાં 25,000 થી વધુ લોકોએ આર્થિક તંગી અને દેવાના કારણે આત્મહત્યા કરી છે. જો મોટા ઉદ્યોગપતિઓની લોન રાઈટ-ઓફ (માફ) થઈ શકતી હોય અને તેમને બેંક દ્વારા સમય મળતો હોય, તો સામાન્ય જનતા અને નાના વેપારીઓને પણ લોન ભરપાઈ કરવા માટે પૂરતો સમય મળવો જ જોઈએ. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપીને હતાશામાં આત્મહત્યા કરતા અટકાવવાનો છે.26 ફેબ્રુઆરીએ રાજકોટમાં મહાસંમેલન:મોરબીની મીટિંગમાં માહિતી આપવામાં આવી હતી કે, આ અભિયાન અંતર્ગત આગામી 26 ફેબ્રુઆરીના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લોકોને બેંકમાંથી લોન ભરવા માટે વધારાનો સમય મેળવવા અંગે 'કરજા મુક્તિ અભિયાન'ના પ્રમાણપત્રો અને વચનપત્રો પણ આપવામાં આવશે.રિકવરી એજન્ટોની હેરાનગતિ સામે માર્ગદર્શન:ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નારાયણ મકવાણા અને પ્રદેશ પ્રભારી રાજેશ્વર બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મીટિંગમાં જણાવાયું હતું કે, આરબીઆઈ (RBI) ના નિયમો મુજબ કોઈ પણ રિકવરી એજન્ટ દેવાદાર સાથે ગાળાગાળી કે ગેરવર્તન કરી શકે નહીં. જો કોઈને બેંક કે કોર્ટની નોટિસ મળી હોય તો અભિયાનની લીગલ ટીમ અને વકીલો દ્વારા તેમને સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવશે.આ અભિયાનમાં કેવી રીતે જોડાવું? (સંપૂર્ણ નિઃશુલ્ક):- કોઈ પણ દેવાદાર www.karzamuktibharat.co.in વેબસાઈટ પર જઈને ફ્રીમાં ફોર્મ ભરી શકે છે.- વધુ માહિતી માટે સંસ્થાના હેલ્પલાઈન નંબર 9376511511 પર સંપર્ક કરી શકાય છે.- સંસ્થાની ઓફિસ ગાંધીનગર (અડાલજ), રાજકોટ, અમદાવાદ અને સુરત ખાતે કાર્યરત છે.- દર શનિવારે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન અડાલજ ઓફિસ ખાતે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો જનતા દરબાર પણ યોજાય છે જ્યાં રજૂઆત કરી શકાય છે.ખાસ ચેતવણી: આયોજકો દ્વારા મોરબીની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ અભિયાન સંપૂર્ણ મફત છે. જો કોઈ પણ વ્યક્તિ આ અભિયાનના નામે તમારી પાસે પૈસાની માંગણી કરે, તો તે વ્યક્તિ ફ્રોડ છે અને તેની સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવી.#MorbiUpdate #morbimahanagarpalika #KarzaMuktiAbhiyan #MorbiNews #Rajkot