મોરબી : આજે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ નાની વાવડી કન્યાશાળા ખાતે ડો. હસ્તલેખાબેન મહેતાના એક દિવસ (219-220) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માતા પુષ્પાબેન ભુપતભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવાર દ્વારા કરાયું હતું. જેમાં શાળાની 470 વિદ્યાર્થીનીઓનું નિદાન કરી ત્રણ દિવસની જરૂરી દવા આપવામાં આવી હતી. આ તકે શાળાના આચાર્ય સાગરભાઈ મહેતા તેમજ તેમના સમગ્ર સ્ટાફનો ખૂબ સહકાર મળ્યો હતો. કેમ્પ સહાયક તરીકે ચંદ્રલેખાબેન મહેતા, સુદીપ વોરા અને જીગર ભટ્ટે સેવા આપી હતી.