મોરબી: દિલ્હી પોલીસમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) તરીકે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના (ચુરુ) ક્લાસ-૧ અધિકારી વિપુલ અનેકાંત હાલ એક અનોખા મિશન પર છે. મેડિકલ કોલેજોમાં ડેડ બોડીની અછત દૂર કરવા અને 'દેહદાન' અંગે જાગૃતિ લાવવા તેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની સાયકલ યાત્રા ખેડી રહ્યા છે, જે ગઇકાલે જૂનાગઢથી મોરબી આવી પહોંચી છે.દાદાજીની પ્રેરણા અને યાત્રાનો સંકલ્પવિપુલ અનેકાંતએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૨૦૧૮માં તેઓ દીવમાં પોસ્ટેડ હતા ત્યારે તેમના દાદાજીનું અવસાન થયું હતું. તેમના દાદાજીની દ્રષ્ટિ એટલી તેજ હતી કે તેઓ ૮૫ વર્ષની ઉંમરે પણ ચશ્મા વિના ૬x૬ ના અક્ષરવાળા ચાર છાપા વાંચી શકતા હતા. તેમણે પોતાની આંખોનું દાન ઊનામાં કર્યું હતું અને અંતિમ ક્રિયા કર્યા વિના પોતાનો દેહ જૂનાગઢ મેડિકલ કોલેજને મેડિકલ સ્ટુડન્ટ્સના રિસર્ચ માટે દાનમાં આપ્યો હતો. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ તેમની ૮મી પુણ્યતિથિ હતી. જીવતેજીવ દેહદાન ન થઈ શકે, તેથી દાદાજીને શ્રદ્ધાંજલિ આપવા ક્લાસ-૧ અધિકારી હોવા છતાં વિપુલભાઈએ રજાઓ મૂકીને ૧૬ જાન્યુઆરીથી કન્યાકુમારીથી આ યાત્રા શરૂ કરી હતી અને ૧૦ ફેબ્રુઆરીએ જૂનાગઢ પહોંચ્યા હતા. શરૂઆતમાં યાત્રા માત્ર જૂનાગઢ (લગભગ ૨૪૦૦ કિમી) સુધી જ રાખવાનો વિચાર હતો, પરંતુ મુશ્કેલ મનાતો કોંકણનો રસ્તો સફળતાપૂર્વક પાર કર્યા બાદ હવે તેઓ યાત્રા કાશ્મીર સુધી પૂર્ણ કરશે.માત્ર ૨.૫ કિલો સામાન અને રોજની ૧૩૦-૧૫૦ કિમીની સફરવિપુલ અનેકાંત એકદમ સાદગીથી યાત્રા કરી રહ્યા છે. તેમની પાસે માત્ર ૨ થી ૨.૫ કિલોનો સામાન છે, જેમાં ૨ ટીશર્ટ, ૨ હાફ પેન્ટ, ચાર્જર, મોબાઈલ અને નાની ટૂથપેસ્ટ સામેલ છે. તેઓ રોજના સરેરાશ ૧૩૦ થી ૧૪૦ કિમી સાયકલ ચલાવે છે (અગાઉ ૧૦૦-૧૨૦ કિમી ચલાવતા, હવે લિમિટ ૧૫૦-૧૬૦ કિમી છે). ગઇકાલે હાઇવે ટાળવા માટે તેઓ જૂનાગઢથી ધોળિકા અને અન્ય ગ્રામ્ય વિસ્તારો થઈને ૧૮૫ કિમીનું અંતર કાપીને મોરબી તેમના મિત્ર અનિલભાઈના ઘરે પહોંચ્યા હતા. અહીથી તેઓ કચ્છ, બાડમેર અને પંજાબ થઈને કાશ્મીર જશે.મોબાઈલના ઉપયોગથી થયેલો અકસ્માત અને બોધપાઠયાત્રામાં પહેલેથી ક્યાં રોકાવું તેનું કોઈ પ્લાનિંગ હોતું નથી. પડકારો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, કર્ણાટકના મેંગલોરમાં સાયકલ ચલાવતી વખતે મોબાઈલ જોવાની ભૂલને કારણે તેઓ પડી ગયા હતા અને ૪-૫ જગ્યાએ ઈજા થઈ હતી. બે દિવસ મિત્રના ઘરે આરામ કર્યા બાદ, તેમણે જીવનભર ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ન જોવાનો બોધપાઠ લીધો. આ ઈજાને તેઓ ઈશ્વરની 'ઇન્સ્ટન્ટ સજા' માને છે.માનસિકતા બદલાઈ: ભારતની ખરી તાકાત લોકોની કરુણા છેયુપીએસસીમાં ફિલોસોફીના વિદ્યાર્થી રહેલા વિપુલભાઈ પહેલા ભારતને એક 'થર્ડ વર્લ્ડ કન્ટ્રી' માનતા હતા, જ્યાં ગરીબી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રસ્તા સારા નથી. પરંતુ આ ૨૫ દિવસની યાત્રામાં તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. કેરળના ગુરુવાયૂર મંદિર પાસે જ્યારે સાયકલની ટ્યુબ ફાટી ગઈ, ત્યારે ભાષા ન સમજતા હોવા છતાં (હિન્દી/ઇંગ્લિશના બદલે માત્ર મલયાલમ જાણતા) એક ૮૦ વર્ષના ગરીબ દંપતીએ ઈશારાઓથી સમજીને પોતાનો પંપ લાવીને મદદ કરી હતી. ગીતાના 'નિષ્કામ કર્મ' (કોઈ પણ અપેક્ષા વિના સેવા) જેવી આ ભાવના જોઈને તેમને સમજાયું કે દેશની ખરી ધરોહર લોકોની કરુણા છે. હવે તેમને રસ્તામાં ખાડા હોય કે વિકાસ ઓછો હોય તો પણ વાંધો નથી, લોકોનો પ્રેમ તેમને ઉર્જા આપે છે. ઘણા અજાણ્યા લોકોએ તેમને સામેથી શેરડીનો રસ પીવડાવ્યો અને આરામ કરવા માટે આગ્રહ કર્યો હતો.સમાજને અપીલઆ યાત્રાનો એકમાત્ર ઉદ્દેશ્ય મેડિકલ કોલેજોમાં MBBS વિદ્યાર્થીઓની લર્નિંગ માટે પડતી ડેડ બોડીની ભારે અછતને દૂર કરવાનો છે. માનવ શરીર વિના તેમનો અભ્યાસ અશક્ય છે. તેમણે લોકોને ધાર્મિક રૂઢિવાદમાંથી બહાર આવીને દેહદાન, નેત્રદાન અને અંગદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'તમે કોઈ પણ ધર્મને માનતા હોવ, મૃત્યુ પછી શરીર કોઈ કામનું રહેતું નથી. મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય, તો દેશને મોટો ફાયદો થશે.'#MorbiUpdate #Morbi #MorbiNews #morbimahanagarpalika #DehDaan #OrganDonation #BodyDonation #CycleYatra #DelhiPolice #DCPVipulAnekant #GujaratNews #SocialAwareness