મોરબી : મોરબીના લાલપર નજીક આવેલ પ્રિયા ગોલ્ડ સિરામિક કારખાના પાસે ગત તા.10ના રોજ કેનાલમાં ન્હાવા પડેલા મૂળ મધ્યપ્રદેશના વતની ગૌતમભાઈ બાબુભાઇ હાડા ઉ.24 નામના યુવાનનો મૃતદેહ ગઈકાલે જોધપર નજીક મચ્છુ ડેમમાંથી મળી આવ્યો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ શરૂ કરી છે.