મોરબી: તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હેઠળની એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ), ક્લાસ-3 નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા (મિ) તાલુકાના કુંભારીયા ગામના વતની અને સરપંચના પુત્ર આનંદ કાંતિલાલ દેત્રોજાએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.ગામ અને પરિવારનું નામ રોશન કર્યુંકુંભારીયા ગામના સરપંચ કાંતિભાઈ દેત્રોજા અને ઉર્મિલાબેન દેત્રોજાના પુત્ર આનંદે આ પરીક્ષામાં પોતાની મહેનત અને લગનથી સમગ્ર રાજ્યમાં પ્રથમ (Rank-1) સ્થાન મેળવીને દેત્રોજા પરિવાર તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. એક સામાન્ય ગામડામાંથી આવતા યુવાને રાજ્ય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવતા કુંભારીયા ગામમાં હર્ષની હેલી જોવા મળી રહી છે અને સૌ કોઈ અભિનંદનનો વરસાદ વરસાવી રહ્યા છે.