પ્રેમને પ્રદર્શન નહીં પણ પ્રત્યક્ષ સેવા બનાવવા મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા 'વાત્સલ્ય દિવસ'ની અનોખી ઉજવણીનું આયોજનમોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સંસ્કારના સમન્વય સમાન 'યંગ ઈન્ડિયા ગ્રુપ' દ્વારા વેલેન્ટાઈન ડેને “વાત્સલ્ય દિવસ” તરીકે ઉજવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કરવામાં આવ્યો છે. આવતીકાલે ૧૪ ફેબ્રુઆરીના રોજ મોરબીના આંગણે સરકારી શાળાના ભૂલકાઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કરવામાં આવ્યું છે.ભૂલકાઓને લક્ઝરી કારની જૉય રાઈડ અને સ્નેહભોજનઆ સેવાયજ્ઞ અંતર્ગત સરકારી શાળાના નાના ભૂલકાઓને લક્ઝરી કારમાં જૉય રાઈડ કરાવવામાં આવશે. આ ઉપરાંત શહેરની નામી હોટેલમાં બાળકોને સ્નેહસભર ભોજન કરાવી, તેઓની આંખોમાં આનંદ અને હૃદયમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉમદા ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. બાળકોને સંવેદનાની સ્મૃતિરૂપ વિશેષ ભેટ પણ આપવામાં આવશે.સેવા, જવાબદારી અને સંસ્કારનું પ્રતિબિંબયંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી અને યુવાનોમાં રહેલા સંસ્કારોનું જીવંત પ્રતિબિંબ છે. 'વેલેન્ટાઈન નહીં, વાત્સલ્ય ઉજવીએ'ના સૂત્ર સાથે આ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યું છે.કાર્યક્રમની વિગત:તારીખ: ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવારસમય: સવારે ૯:૩૦ કલાકેસ્થળ: સ્કાય મોલ, સનાળા રોડ, મોરબી