મોરબી : મોરબી શહેર તેમજ વાંકાનેર શહેરમાં પોલીસે અલગ અલગ બે દરોડા પાડી બે શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ વિસ્તારમાં દરોડો પાડી આરોપી આરોપી આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ ઉ.45 રહે.મકરાણીવાસ, સબજેલ પાછળ, મોરબી વાળાને રોકડા રૂ.450 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલ કોલોની પાસેથી આરોપી દશરથભાઈ માવજીભાઈ નડિયાપરા ઉ.28 રહે.નવા પાવર હાઉસ સામે વાળાને રોકડા રૂપિયા 2270 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.