મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર આજે સાંજના સુમારે લૂંટની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં લખધીરપુર ગામ પાસેથી પસાર થઈ રહેલા એક રાહદારીને નિશાન બનાવીને બે અજાણ્યા શખ્સો લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, આજે સાંજના સમયે એક વ્યક્તિ લખધીરપુર રોડ પર લખધીરપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે હિન્દી ભાષી શખ્સોએ તેને આંતરી લીધો હતો. આ શખ્સોએ વ્યક્તિ પાસેથી એક સોનાનો ચેઈન અને રૂપિયા ૫,૦૦૦ ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તપાસ માટે સક્રિય થયો છે. હાલ આ મામલે પોલીસ દ્વારા લૂંટનો ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા લૂંટારુંઓની શોધખોળ ચલાવવામાં આવી છે.