મોરબી: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડીને રાજ્યના 33 જેટલા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના બે ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.ગાંધીનગર સચિવાલય દ્વારા તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, GAS (સિનિયર સ્કેલ) અધિકારીઓને પે મેટ્રિક્ષ લેવલ 12ને બડલેબહવે GAS (સિલેક્શન સ્કેલ) પે મેટ્રિક્ષ લેવલ 13માં બઢતી આપવામાં આવી છે. મોરબીના ક્યા અધિકારીઓને બઢતી મળી? આ બઢતીમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા બે અધિકારીઓને પ્રમોશન અપાયું છે. જેમં એન.એસ. ગઢવી જેઓ હાલમાં મોરબીમાં ડિરેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) તરીકે ફરજ બજાવે છે. જ્યારે એસ.જે. ખાચર જેઓ હાલમાં મોરબીના નિવાસી અધિક કલેક્ટર (RAC) તરીકે ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ અધિકારીઓને બઢતી આપીને હાલમાં તેઓ જે જગ્યા પર ફરજ બજાવે છે ત્યાં જ રી-એપોઈન્ટ (પુનઃનિયુક્તિ) કરવામાં આવ્યા છે.