મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 13 ફેબ્રુઆરી ને શુક્રવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 367 ક્વિન્ટલ એટલે કે 1835 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1541 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ તુવેરની આવકમાં વધારો થયો છે. આજે 288 ક્વિન્ટલ 1440 મણ તુવેરની આવક થઈ છે અને ભાવ પ્રતિમણના રૂ. 1574 સુધી બોલાયા છે.તો 59 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 564 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે તલના સૌથી ઉંચા ભાવ 1766, મગફળીના 1635, જીરુંના 4160, જુવારના 956, મગના 1606, અડદના 1450, ચણાના 1058, એરંડાના 1245, કાળા તલના 4320, રાયના 1192 અને રાયડાના 1155 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 700, કારેલાના 900, ગુવારના 1600, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 200, કાકડીના 600, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.