માળિયા (મિયાણા) તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટરને લેખિત રજૂઆતમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના ખેડૂતોના રવિ પાકને પાણીની જરૂરિયાત હોય જેથી નર્મદા કેનાલનું પાણી માર્ચ મહિનાના અંત સુધી ચાલુ રાખવા માટે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.માળિયા (મિયાણા) તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયા દ્વારા કરાયેલી રજૂઆતમા જણાવ્યું છે કે, માળિયા પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર કરેલું છે. અત્યારે ખેતરોમાં વરિયાળી, ડુંગળી અને લસણ જેવા પાકો ઉભા છે, જેને હજુ પાકવા માટે એક મહિના સુધી પાણીની સખત જરૂરિયાત છે. વધુમાં આ અંગે નર્મદા વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં માળિયા બ્રાન્ચ અને ધ્રાંગધ્રા બ્રાન્ચ બંને કેનાલો બંધ કરવાની વિચારણા ચાલી રહી છે. જો આમ થશે તો ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી ખેડૂતોની માંગણી છે કે આગામી તા. ૩૧-૦૩-૨૦૨૬ સુધી એટલે કે માર્ચ મહિનાના અંત સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે.ખેડૂતોની આ લાગણી અને માંગણીને ધ્યાને લઈને જો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો નાછૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી અંતમાં જિંદગી પણ ઉચ્ચારી છે.