મોરબી: જિલ્લા પોલીસ વડા દ્વારા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે, ત્યારે મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે ધૂળકોટ ગામની સીમમાંથી એક ઈસમને દેશી જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત મુજબ, મોરબી તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ધૂળકોટ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી આરોપી ગફારભાઇ સુલેમાનભાઇ મોરી ( ઉ.વ. ૫૩, રહે. ટાટાનગર, બજરંગ હોટેલની પાસે, ધૂળકોટ) ને પોતાના હાથમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદૂક (કિંમત રૂ. ૧૫૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પી.આઈ. એસ.કે. ચારેલ તથા પી.એસ.આઈ. એસ.એચ. ભટ્ટ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો જોડાયા હતા.#Morbi #MorbiNews #MorbiUpdate #CrimeNews #GujaratPolice #Dhulkot #ArmsAct #MorbiTalukaPolice