પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતી દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ૧૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશેમોરબી: સામાજિક એકતા અને સેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન અને માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતી દ્વારા આગામી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલ પ્રસંગે અનુસૂચિત જાતિ સમાજની ૧૫ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. લગ્ન સ્થળ અને સમયઆ લગ્નોત્સવ પરશુરામ પોટરી મેદાન, ભડીયાદ રોડ, મોરબી-૨ ખાતે સંપન્ન થશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ જાન આગમન: સવારે ૭:૩૦ કલાકે, મહંતોના સામૈયા: સવારે ૯:૦૦ કલાકે, હસ્ત મેળાપ: સવારે ૯:૩૦ કલાકે, ભોજન સમારંભ: બપોરે ૧૦:૩૦ કલાકે અને જાન વિદાય: બપોરે ૧:૩૦ કલાકે થશે. સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગે અનેક સંતો-મહંતો આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે, જેમાં હિરદાસ બાપુ (ખાખરેચી), દેહ આપા (હળમતીયા), સંત કિરણદાસજી (ટીંબડી) અને અન્ય સંતોનો સમાવેશ થાય છે. સાથે જ રાજકીય અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી, એસ.પી. મુકેશકુમાર એન. પટેલ, અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી સહિતના મહાનુભાવો નવદંપતીઓને આશીર્વાદ આપવા પધારશે. ભવ્ય કરિયાવરની ભેટદાતાઓના સહયોગથી નવદંપતીઓને સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે. કરિયાવરમાં ઘરવખરીની વસ્તુઓ સહિત ૪૫થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ આયોજનને સફળ બનાવવા પંચશીલ ફાઉન્ડેશન, ડો. આંબેડકર યુવા ગ્રુપ (ટીકર-રણ) અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. #MorbiUpdate #MorbiNews #GroupWedding #PanchsheelFoundation #SocialService #MorbiEvents #SamuhLagna2026