દીવાલ કૂદીને આવેલ તસ્કરો તાળા તોડી સાડા પાંચ તોલા સોનાના દાગીના ચોરી ગયાહળવદ : હળવદ તાલુકાના ટિકર રણ ગામે રહેતા અગરિયા પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરો દીવાલ કૂદી મકાનના તાળા તોડી અંદાજે સાડા પાંચ તોલા વજનના સોનાના દાગીના ચોરી કરી જતા રૂ.3.94 લાખની ઘરફોડ ચોરી મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટિકર રણ ગામે રહેતા અગરિયા પરિવારના સુરેશભાઈ કાનજીભાઈ મકવાણા ઉ.24 નામના યુવાને હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6ના રોજ તેમના મકાનની દીવાલ કૂદી મકાનના તાળા તોડી તસ્કરો ગળામાં પહેરવાના બે હાર, કાનમાં પહેરવાની બુટી અને સેર તેમજ બે વીટી સહિત રૂ.3,94,057 રૂપિયાની કિંમતના સાડા પાંચ તોલા સોનાના દાગીનાની ચોરી કરી લઈ ગયા હતા.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.