મોરબી: રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓ અને આંગણવાડીઓમાં હાથ ધરવામાં આવેલી આરોગ્ય ચકાસણીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જિલ્લાની 991 શાળાઓ અને 755 આંગણવાડીઓના લાખો બાળકોની તપાસ દરમિયાન હજારો બાળકોમાં શારીરિક ખામીઓ અને ગંભીર બીમારીઓ જોવા મળી છે, જેમાં ખાસ કરીને બાળકોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે ઊંચું જોવા મળ્યું છે.શાળા અને આંગણવાડીના તપાસના આંકડાઆરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2025 દરમિયાન કરવામાં આવેલી તપાસની વિગત નીચે મુજબ છે:આંગણવાડી: 755 આંગણવાડીના 91,402 બાળકોની તપાસમાં 146 જન્મજાત ખામીવાળા, 5599 ઉણપવાળા, 2153 વિવિધ રોગવાળા અને 263 બાળકો વિકાસલક્ષી વિલંબતા ધરાવતા હોવાનું નોંધાયું છે.શાળાઓ: 991 શાળાઓના 1,91,354 વિદ્યાર્થીઓની તપાસમાં 129 જન્મજાત ખામી, 2220 ઉણપ અને 13,749 બાળકો વિવિધ રોગોથી પીડાતા હોવાનું ખૂલ્યું છે. જ્યારે 2875 બાળકોમાં વિકાસલક્ષી વિલંબતા જોવા મળી છે.ગંભીર બીમારીઓનો પંજો: હૃદયરોગના કેસો સૌથી વધુકુલ તપાસ દરમિયાન 265 બાળકો ગંભીર બીમારીઓનો શિકાર હોવાનું સામે આવ્યું છે, જેમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.● હૃદયરોગ: 169 બાળકો● કિડનીની બીમારી: 40 બાળકો● કેન્સર: 26 બાળકો● કોકિલિયર ઈંપ્લાન્ટ: 16 બાળકો● થેલેસીમિયા: 01 બાળકસરકાર દ્વારા નિઃશુલ્ક સારવારની ખાતરીઆરોગ્ય તપાસ દરમિયાન જે બાળકોમાં ખામી કે ગંભીર બીમારીઓ જોવા મળી છે, તેમને સરકારના નિયમ મુજબ રિફર કરીને જરૂરી તમામ સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે. જન્મજાત ખોડખાંપણ અને વિકાસલક્ષી વિલંબતા (Developmental Delay) ધરાવતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.#MorbiUpdate #MorbiNews #HealthCheckup #SchoolHealth #ChildHealth #MorbiHealthDepartment #RBSK #GujaratGovernment