મોરબી: આજકાલ ડિજિટલ યુગમાં જેટલી સુવિધા વધી છે, તેની સામે સાયબર છેતરપિંડીના જોખમો પણ એટલા જ વધ્યા છે. ત્યારે ગ્રાહકોને આર્થિક નુકસાનથી બચાવવા અને બેંકિંગ વ્યવહારોમાં વધુ સજાગ બનાવવા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા મોરબીમાં વિશેષ પહેલ કરવામાં આવી છે. 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ' અંતર્ગત આજે શહેરના મુખ્ય માર્ગો પર જનજાગૃતિ રેલી નીકળી હતી.‘ગ્રાહક જાગૃતિ, આપણી સુરક્ષા’ના નાદ સાથે રેલીSBI દ્વારા 9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન દેશભરમાં નાણાકીય સાક્ષરતાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે મોરબીના ગ્રીન ચોક સ્થિત SBI બ્રાન્ચ ખાતેથી એક વિશાળ રેલીનું પ્રસ્થાન થયું હતું. આ રેલીમાં બેંકના ઉચ્ચ અધિકારીઓથી લઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના વ્યસ્ત એવા નેહરુ ગેટ ચોક સુધી ફરી હતી, જ્યાં સ્ટાફ દ્વારા ગ્રાહકોને સુરક્ષિત બેંકિંગના પાઠ ભણાવવામાં આવ્યા હતા.KYC અને સાયબર સેફ્ટી અંગે અપાઈ મહત્વની જાણકારીરેલી દરમિયાન બેંક અધિકારીઓએ શહેરીજનોને ખાસ સૂચનાઓ આપી હતી કે:- KYC અપડેટ: સમયસર આધાર, પાન અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો બેંકમાં અપડેટ કરવા.- શંકાસ્પદ લિંક્સથી સાવધાન: KYC ના નામે આવતા ફેક કોલ કે મેસેજમાં આપેલી કોઈ પણ લિંક પર ક્લિક ન કરવું.- ડેટા સિક્યોરિટી: પોતાની ગુપ્ત વિગતો કે OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર ન કરવા.- એકાઉન્ટનો દુરુપયોગ: લોભ-લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્યને ભાડે ન આપવી, જેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારોમાં થઈ શકે છે.CKYC ના ફાયદા સમજાવ્યાઆ તકે બેંક સ્ટાફે CKYC (Centralized KYC) ના ફાયદાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. જેમાં ગ્રાહક એકવાર રજીસ્ટ્રેશન કરાવે તો અન્ય નાણાકીય સંસ્થાઓમાં વારંવાર દસ્તાવેજો આપવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે. બેંક અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'ગ્રાહકની સજગતા એ જ સાયબર ફ્રોડ સામેની સૌથી મોટી સુરક્ષા છે.'#MorbiUpdate #MorbiNews #SBI #CyberSecurity #FinancialLiteracyWeek #BankingAwareness #MorbiCity #DigitalIndia #SafeBanking #CKYC