મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી નાલા પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ફારૂકભાઈ તૈયબભાઈ ચાનીયા ઉ.40 રહે.કબીર ટેકરી - 2 નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કર્યા હતા.આરોપીની પૂછતાછમાં વરલીના આકડાની કપાત આરોપી રાજેશ રહે.વાવડી વાળા પાસે કરાવતો હોવાનું ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.