સમગ્ર ગુજરાતમાંથી ઉમેદવારો આજે વોક ઇન ઇન્સ્ટેવ્યુ માટે આવ્યામોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ એક્ટ હેઠળ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે આજે વોક-ઈન-ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 6 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત બાદ આજે યોજાયેલી આ પ્રક્રિયામાં ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.ભરતીની મુખ્ય વિગતો:- કુલ જગ્યા: 30 (સેનેટરી સબ ઇન્સ્પેક્ટર)- સમયગાળો: 1 વર્ષ (એપ્રેન્ટીસ હેઠળ)- ઉમેદવારોની સંખ્યા: અંદાજે 300 જેટલા ઉમેદવારોઆખા ગુજરાતમાંથી ઉમટ્યા ઉમેદવારોમોરબી મહાનગરપાલિકામાં માત્ર 30 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, પરંતુ રોજગારીની તકો મેળવવા માટે સમગ્ર ગુજરાતમાંથી શિક્ષિત યુવાનો મોરબી ખાતે ઉમટી પડ્યા હતા. સવારથી જ પાલિકા કચેરી ખાતે લાઈનો જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જગ્યાઓની સામે 300થી વધુ ઉમેદવારો આવતા ભારે સ્પર્ધા જેવો માહોલ સર્જાયો છે.વોક-ઈન-ઈન્ટરવ્યુ પ્રક્રિયા ચાલુઆજે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત સમય મુજબ ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી અને ઈન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા I.T.I. SI નો કોર્સ ધરાવતા લાયક ઉમેદવારો હાલ ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. આ પ્રક્રિયામાં પસંદગી પામનાર ઉમેદવારોને સરકારના નિયમાનુસાર માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી માળખાને મજબૂત કરવા અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આ ભરતી મહત્વની માનવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #Recruitment #SanjtaryInspector #Employment #GujaratNews