મોરબી: શહેરના સુઆયોજિત વિકાસ તરફ આગળ વધતા મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના 'ઈમ્પેક્ટ ફી' કાયદા (GRUDA-2022) હેઠળ મોરબીમાં અત્યાર સુધીમાં ૯૬ જેટલા ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.વિકાસ પરવાનગીની પ્રક્રિયા વેગવંતીનગર નિયોજક દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, મોરબીમાં હાલ GDCR-2017 અને GRUDA-2022 હેઠળ બાંધકામ પરવાનગીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે અંતર્ગત:- ડેવલપમેન્ટ પરવાનગી: કુલ ૬૦ અરજીઓને મંજૂરી આપવામાં આવી છે.- ગેરકાયદેસર બાંધકામ નિયમિત (Impact Fee): કુલ ૯૬ અરજીઓને મંજૂરી આપી બાંધકામો રેગ્યુલાઇઝ કરાયા છે.નવો ડેવલપમેન્ટ પ્લાન (DP) ટૂંક સમયમાંમોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (MWUDA) વિસ્તાર માટે તૈયાર થઈ રહેલી મુસદ્દારૂપ વિકાસ યોજના (DP) ની કામગીરી પણ અંતિમ તબક્કામાં હોવાનું અને નગર નિયોજકે જણાવ્યું છે કે આ પ્લાન પ્રસિદ્ધ થયા બાદ મહાનગરપાલિકાના બાકી રહેલા તમામ વિસ્તારોમાં પણ નવી પરવાનગીઓ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.આ નિર્ણયથી મોરબીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી આવશે અને શહેરનો વિકાસ વધુ આયોજનબદ્ધ રીતે થશે તેવું તંત્રએ જણાવ્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #TownPlanning #Development #GujaratGovernment #ImpactFee #UrbanDevelopment #MorbiNews