મોરબી: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ‘વંદે માતરમ’ ગીતની રચનાના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે એક મોટો અને સત્તાવાર પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર રાષ્ટ્રગીત (જન ગણ મન) માટે જ ચોક્કસ નિયમો અમલમાં હતા, પરંતુ હવે રાષ્ટ્રીય ગીતની સાથે ‘વંદે માતરમ’ની ગરિમા જાળવવા માટે પણ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.શું છે નવી ગાઈડલાઈન? જાણો મુખ્ય ફેરફાર:૬ છંદ ગાવા ફરજિયાત: અત્યાર સુધી માત્ર પ્રથમ બે પદ ગાવાની જ પરંપરા હતી, પરંતુ હવે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીતના તમામ ૬ છંદ (Stanzas) ગાવા કે વગાડવા ફરજિયાત કરવામાં આવ્યા છે.સમય મર્યાદા: સંપૂર્ણ ગીતની પ્રસ્તુતિ માટે ૩ મિનિટ અને ૧૦ સેકન્ડ (૧૯૦ સેકન્ડ) નો સમય નક્કી કરવામાં આવ્યો છે.સાવધાનની મુદ્રામાં સન્માન: સત્તાવાર કાર્યક્રમોમાં જ્યારે ‘વંદે માતરમ’ વાગે ત્યારે તમામ લોકોએ ‘સાવધાન’ (Attention) મુદ્રામાં ઊભા રહીને ફરજિયાત સન્માન આપવાનું રહેશે.ક્રમમાં ફેરફાર: જો કોઈ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન બંને વગાડવાના હોય, તો ‘વંદે માતરમ’ પ્રથમ વગાડવામાં આવશે અને ત્યારબાદ ‘જન ગણ મન’ રજૂ કરવામાં આવશે.શાળાઓમાં સમૂહગાન: દેશની તમામ શાળાઓમાં દિવસની શરૂઆત વંદે માતરમના સમૂહગાન સાથે કરવાની રહેશે.સિનેમા હોલમાં મુક્તિ: જો કોઈ ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રીના ભાગરૂપે ગીત વાગે, તો સિનેમા હોલમાં પ્રેક્ષકોને ઊભા રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે.નોંધ: આ નવા નિયમોનો અમલ તમામ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આજથી જ શરૂ કરવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા છે.#MorbiUpdate #VandeMataram #NewGuidelines #MHA #NationalSong #India #Patriotism #VandeMataram150 #BreakingNews #Morbi #GujaratNews