છેલ્લા 13 વર્ષથી સાસરિયા કરિયાવર મામલે મારકુટ કરી ત્રાસ આપતા હતામોરબી : ગોંડલ માવતર ધરાવતી પરિણીતાને મોરબી રહેતા પતિ સહિતના સાસરિયા છેલ્લા 13 વર્ષથી ઘરકામ અને કરિયાવર મામલે શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હોય અંતે કંટાળેલી પરિણીતાએ મોરબીના સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મોરબીના લીલાપર રોડ પર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં સાસરું ધરાવતા અને હાલ માવતરના ઘેર ગોંડલ ખાતે રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર ઉ.38 નામના મહિલાએ પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીજ્ઞેશભાઈ મનજીભાઈ કડીવાર રહે.તમમાં ફ્લેટ નંબર 502, ઋષિકેશ એપાર્ટમેન્ટ, લીલાપર રોડ, મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પતિ સહિતના સાસરિયા ઘરકામ અને કરિયાવર બાબતે વર્ષ 2012થી શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતા.જેથી સમાજરાહે સમાધાનના પ્રયાસ કર્યા હતા. જો કે, તેમ છતાં સાસરિયાઓનો ત્રાસ ચાલુ રહેતા અંતે પતિ, જેઠ અને સાસુ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.