હું રેતીનો બે નંબરનો ધંધો કરું છું મારું કાંઈ બગાડી નહિ લે તેમ કહી ધમકી આપીમોરબી : મોરબી શહેરના રવાપર રોડ પર બોનીપાર્કમા રહેતા પાટીદાર સમાજના વૃદ્ધએ ગાયત્રીનગર ક્રિષ્નાપાર્કમાં આવેલ મકાન અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને ભાડેથી આપતા આ વિસ્તારમાં રહેતા બે શખ્સોએ વૃદ્ધને ફોન કરી ધમકી આપી મકાન ખાલી કરાવી નાખવા કહેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મોરબી શહેરના બોનીપાર્કમાં રહેતા અમૃતભાઈ દેવજીભાઈ આદ્રોજાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગાયત્રીનગરમાં રહેતા આરોપી ડેનિશ પ્રજાપતિ અને મહેશ ડાંગર અથવા તો સંજય ડાંગર તરીકે ઓળખ આપી ફોનમાં ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 જાન્યુઆરીના રોજ ડેનિશ પ્રજાપતિએ પોતાના મોબાઇલમાંથી ફોન કરી મહેશ કે સંજય ડાંગર સાથે વાત કરાવી હતી. આરોપી સંજયે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિને મકાન કેમ ભાડે આપ્યું છે ? હું હળવદ બે નંબરનો રેતીનો ધંધો કરું છું મારું કોઈ કાઈ બગાડી નહિ લે તું અને તારો પુત્ર કાલે સવારે મકાન ખાલી કરાવી નાંખજે નહિ તો મજા નહિ આવે તેવી ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.