મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે આજે એક ડમ્પરમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાય ન હતી.