અબોલ જીવો માટે સેવા યજ્ઞ: પશુઓને જે તે સ્થળે જઈને જ પ્રાથમિક સારવાર આપવામાં આવશેમોરબી: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી 'અરહમ યુવા સેવા ગ્રુપ - મોરબી' દ્વારા જીવદયાના ક્ષેત્રમાં એક નવી પહેલ કરવામાં આવી છે. મોરબીમાં હવે રસ્તે રઝળતા, નિરાધાર અને ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 'ફ્રી એનિમલ એમ્બ્યુલન્સ' સેવા શરૂ થવા જઈ રહી છે.આ ઉમદા કાર્યનો ઉદ્ઘાટન સમારોહ : ● તારીખ: ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ (રવિવાર)● સમય: સવારે ૯:૩૦ થી ૧૦:૧૫ કલાક સુધી● સ્થળ: વિશાશ્રીમાળી વાડી, નવા ડેલા રોડ, મોરબી - ૩૬૩૬૪૧સેવાની વિશેષતાઓ:આ એમ્બ્યુલન્સ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઘાયલ અને અસહાય પશુઓને સમયસર તબીબી સહાય પૂરી પાડવાનો છે. આ એમ્બ્યુલન્સ મારફતે ઘટનાસ્થળે જ પશુઓને મફત પ્રાથમિક સારવાર (Free Primary Treatment) આપવામાં આવશે. આ સેવા સંપૂર્ણપણે સામાજિક છે અને તેનો કોઈ પણ પ્રકારનો કોમર્શિયલ હેતુ નથી.હેલ્પલાઇન નંબર:મોરબીના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ પણ જગ્યાએ કોઈ પશુ બીમાર કે ઘાયલ હાલતમાં જોવા મળે, તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો: હેલ્પલાઇન: 6262 0707 78વધુ માહિતી માટે સંપર્ક:મિત દીપકભાઈ સોલાણી - 9924000301જયેશભાઈ દેસાઈ - 9898115959