મોરબી : વર્ષ 2026માં હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત હજ પઢવા જનારા મોરબી જિલ્લાના તમામ હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વાંકાનેર ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે તારીખ 13/02/2026 ને શુક્રવારના રોજ સવારે 08:30 થી બપોરે 12:00 કલાક દરમિયાન વાંકાનેરના ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા (માર્કેટીંગ યાર્ડની બાજુમાં) ખાતે આ કેમ્પ યોજાશે.સાથે લાવવાના જરૂરી દસ્તાવેજો: • કવર નંબરનો લેટર • પાસપોર્ટ સાઈઝ ફોટો • મેડીકલ ફીટનેસ સર્ટિફિકેટની નકલ • કોવિડ વેક્સીનેશન સર્ટિફિકેટઆ કેમ્પમાં સમયસર હાજર રહેવા હજયાત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. 94269 49878 અથવા 99790 08138 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.