વાંકાનેરના મહિકા અને સિંધાવદરમાં જાગૃતિ કેમ્પ યોજાયામોરબી: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના દિશાનિર્દેશો મુજબ, મોરબી જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા 'નાણાકીય સાક્ષરતા સપ્તાહ' ની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. તારીખ 9 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ સપ્તાહની થીમ 'KYC - સુરક્ષિત બેંકિંગ તરફ તમારું પ્રથમ પગલું' રાખવામાં આવી છે.આ અભિયાન અંતર્ગત SBI બેંક દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના મહિકા અને સિંધાવદર ગામમાં બેંક દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બેંકના અધિકારીઓએ ગ્રામજનોને સુરક્ષિત અને જવાબદાર બેંકિંગ વિશે માહિતગાર કર્યા હતા.● KYC નું મહત્વ: ગ્રાહકોને સમજાવવામાં આવ્યું હતું કે બેંક ખાતામાં લેવડ-દેવડ અટક્યા વગર ચાલુ રાખવા માટે સમયસર KYC અને Re-KYC (પુનઃ ચકાસણી) કરાવવું અત્યંત જરૂરી છે. આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ કે ચૂંટણી કાર્ડ જેવા માન્ય દસ્તાવેજો બેંકમાં જમા કરાવવા અથવા ડિજિટલ માધ્યમથી અપડેટ કરવા અનુરોધ કરાયો હતો.● છેતરપિંડીથી સાવધાની: સાયબર ક્રાઈમના વધતા જતા બનાવોને ધ્યાનમાં રાખીને લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે KYC અપડેટ કરવાના બહાને આવતા કોઈપણ અજાણ્યા ફોન કોલ્સ, મેસેજ કે લિંક્સ પર વિશ્વાસ ન કરવો.● મની મ્યુલ્સ: લોકોને પોતાની બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોઈને ભાડે ન આપવા અને ગેરકાયદેસર નાણાંની હેરફેરનો ભોગ ન બનવા (મની મ્યુલ્સ) અંગે પણ સાવચેત કરવામાં આવ્યા હતા.● CKYC ના ફાયદા: સેન્ટ્રલ KYC રજિસ્ટ્રી વિશે માહિતી આપતા જણાવાયું હતું કે એકવાર CKYC થયા બાદ ગ્રાહકોને અલગ-અલગ નાણાકીય સંસ્થાઓમાં વારંવાર દસ્તાવેજો આપવાની જરૂર રહેતી નથી.