ટંકારાના વીરવાવમાં સસ્તા અનાજની દુકાન શરૂ કરવા સામાજિક કાર્યકરની રજુઆતમોરબી: સામાજિક કાર્યકર અને સલાહકાર પી.પી. જોષી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને અલગ-અલગ પ્રશ્નો બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જી.આર.ડી. જવાનોના પગાર વધારા તેમજ ટંકારાના વીરવાવ ગામે પડતી રેશનિંગની હાલાકીનો ઉકેલ લાવવા માંગ કરી છે.જી.આર.ડી. જવાનો સાથે ઓરમાયું વર્તન કેમ? મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરાયેલી રજૂઆતમાં પી.પી. જોષીએ જણાવ્યું છે કે, રાજ્યમાં તમામ નાના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ રાત-દિવસ જોયા વગર પોલીસ સાથે ખભેખભો મિલાવી ફરજ બજાવતા જી.આર.ડી. (GRD) અને એસ.આર.ડી. (SRD) જવાનોના વેતનમાં કોઈ વધારો કરાયો નથી.હોમગાર્ડ જવાનોને રોજનું 450 રૂપિયા વેતન મળે છે, જ્યારે જી.આર.ડી. જવાનોને માત્ર 300 રૂપિયામાં ફરજ બજાવવી પડે છે. આ જવાનોને યુનિફોર્મનું ભથ્થું પણ મળતું નથી, છતાં તેઓ સ્વખર્ચે ડ્રેસ બનાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે. મોંઘવારીના આ સમયમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોવાથી જી.આર.ડી. જવાનોના વેતનમાં સત્વરે વધારો કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.વીરવાવ ગામના લોકોને અનાજ માટે 8 કિમીના ધક્કાબીજી તરફ, મોરબી જિલ્લા પુરવઠા અધિકારીને કરાયેલી રજૂઆતમાં ટંકારા તાલુકાના વીરવાવ ગામની સમસ્યા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પી.પી. જોષીએ જણાવ્યું છે કે, વીરવાવ ગામે છેલ્લા 5 વર્ષથી સસ્તા અનાજની દુકાન બંધ છે, કારણ કે અગાઉના દુકાનદારે રાજીનામું આપ્યું હતું. ગામના લોકોને અનાજ લેવા માટે 8 કિલોમીટર દૂર મિતાણા સુધી જવું પડે છે.વારંવાર સર્વર ડાઉન રહેતા હોવાથી ગ્રામજનોને રિક્ષા ભાડું ખર્ચીને ધક્કા ખાવા પડે છે અને પારવાર મુશ્કેલી વેઠવી પડે છે. ગણેશપર, શક્તિનગર અને આંબેડકર વિસ્તારના લોકોની હાલાકીને ધ્યાને લઈને વીરવાવ ગામે સત્વરે નવી સસ્તા અનાજની દુકાન ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.