વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ મંજૂર કરવા સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચામોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠક તારીખ ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળનાર છે. આ બેઠકમાં આગામી વર્ષના બજેટને મંજૂરી આપવા સહિતના વિવિધ વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરવામાં આવશે.જિલ્લા વિકાસ અધિકારી એન.એસ. ગઢવી દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૨૪/૦૨/૨૦૨૬ ને મંગળવારના રોજ બપોર બાદ ૦૪:૩૦ કલાકે જિલ્લા પંચાયત ભવનના સભાખંડ (રૂમ નં. ૧૯) માં મળશે. જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે.સામાન્ય સભાના મુખ્ય એજન્ડા અને કામગીરીઆ બેઠકમાં કુલ ૧૩ જેટલા મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જેમાં નીચેના મુખ્ય કામોનો સમાવેશ થાય છે.બજેટ: જિલ્લા પંચાયત મોરબીનું સને ૨૦૨૫-૨૬નું સુધારેલ અને સને ૨૦૨૬-૨૭નું નવું અંદાજપત્ર મંજૂર કરવામાં આવશે.પ્રશ્નોત્તરી: સભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.ગ્રાન્ટ અને કામો: ડી.ડી.ઓ. અને પ્રમુખની ઐચ્છીક ગ્રાન્ટના કામોને બહાલી આપવા અંગે ચર્ચા થશે.સ્વભંડોળ અને રેતી રોયલ્ટી: જિલ્લા પંચાયત સ્વભંડોળ અને રેતી રોયલ્ટીના કામોને સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવશે.હેતુફેર: ૧૫મા નાણાપંચના જિલ્લા કક્ષાના ૧૦% કામો અને સ્વભંડોળના કામોમાં હેતુફેર કરવાની દરખાસ્તો પર નિર્ણય લેવાશે.અન્ય: ગત બેઠકની કાર્યવાહી નોંધ અને ઠરાવોની અમલવારીને બહાલી આપવામાં આવશે.આ બેઠકમાં તમામ સદસ્યો અને આમંત્રિત ધારાસભ્યોને ઉપસ્થિત રહેવા જાણ કરવામાં આવી છે.