મોરબી : મોરબી શહેરમાં અનેક રસ્તાઓની સ્થિતિ દયનીય હાલતમાં છે. ખરાબ રસ્તાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર સુધીનો રસ્તો ઉબડ ખાબડ હોય દરરોજ અકસ્માતો સર્જાય છે. તાજેતરમાં જ એક વાહનચાલક ખરાબ રસ્તાના કારણે પડી જવાથી ઈજાઓ પહોંચી હતી.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર જતો આ રોડ ખરાબ હાલતમાં છે. રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. ઉબડ ખાબડ રસ્તાના કારણે દરરોજ 4-5 જેટલા અકસ્માતો સર્જાય છે અને વાહનચાલકો ઈજાગ્રસ્ત થાય છે. આ અંગે મહાનગરપાલિકામાં આશરે 10 વખત રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.