આદ્રોજા પરિવાર મહાશિવરાત્રીના પવિત્ર દિવસે આ રોટલાઓનું ગૌશાળાઓમાં વિતરણ કરશે : એક વર્ષ પૂર્વે પણ દીકરીનો જન્મ થતા ૫૧,૧૧૧ રોટલા બનાવડાવ્યા હતામોરબી : મોરબીની દાતારી અને સેવાકાર્યો એનાથી કોણ વાકેફ નથી? આનો વધુ એક પરચો મૂળ લાલપરના અને હાલ મોરબી રહેતા સેવાભાવી જયભાઈ આદ્રોજાએ આપ્યો છે. તેઓની દીકરીના જન્મદિવસે ૧૧,૧૧૧ રોટલા બનાવડાવી ગૌમાતાઓને અર્પણ કરવાના છે.આજકાલ જન્મદિવસની ઉજવણી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો અને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જોવા મળે છે, ત્યારે મોરબીના લાલપર ગામના જયકુમાર વાસુદેવભાઈ આદ્રોજા પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરશે. આગામી તા. ૧૫-૨-૨૦૨૬ ને રવિવાર એટલે કે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે તેઓ મોરબીની આજુબાજુ આવેલી વિવિધ ગૌશાળાઓમાં અંદાજે ૧૧,૧૧૧ રોટલાનું વિતરણ કરી 'ગૌ સેવા એજ પ્રભુ સેવા'ના મંત્રને સાર્થક કરશે.આ અંગે જયકુમારભાઈએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં જન્મદિવસની ઉજવણી પ્રતિદિન વૈભવી બની રહી છે અને માત્ર દેખાદેખીમાં પૈસાનો દુર્વ્યય થાય છે, જેના કારણે આપણે આપણા પૂર્વજોએ આપેલા વારસાને વિસરી રહ્યા છીએ. દીકરીના જન્મદિવસ નિમિત્તે આપણી ભારતીય સંસ્કૃતિને ફરી ઉજાગર કરવા અને નાના બાળકોના માનસપટ પર સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે. આમ, ગૌમાતાની સેવા કરી સમાજને એક સારો રાહ ચીંધવા માટે આદ્રોજા પરિવાર દ્વારા એક ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવશે.એક વર્ષ પહેલાં દીકરીનો જન્મ થતા જયભાઈએ 51,111 રોટલા બનાવડાવ્યા હતાજયભાઈ આદ્રોજાએ એક વર્ષ પૂર્વે ઘરે લક્ષ્મીજીનું અવતરણ થતા ગાયોને 100, 200 કે 500 નહીં અધધધ 51,111 રોટલા ગાયોને ખવડાવવાનો સંકલ્પ લીધો હતો. તેઓએ રવાપર ગામના પાદરમાં બોની પાર્ક પાસે 120 ચૂલા સળગાવ્યા હતા. ત્રણ દિવસ સુધી 100 બહેનોએ રોટલા બનાવી 100 સ્વયંસેવકો દ્વારા તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોચાડવાનું કામ કર્યું હતું.