12-13 ફેબ્રુઆરીએ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જ્ઞાન અને ભક્તિનો સંગમ તૈયારીને આખરી ઓપટંકારા : શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની પવિત્ર જન્મભૂમિ ટંકારા સ્થિત અને સેવાના પર્યાય સમાન 'આર્ય સમાજ ટંકારા' (ત્રણ હાટડી શેરી) આવતીકાલે 12 ફેબ્રુઆરીએ પોતાના ગૌરવવંતા ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસર નિમિત્તે બે દિવસય ભવ્ય 'શતાબ્દી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલથી શરૂ થશે.આર્યસમાજ ટંકારા શતાબ્દી મહોત્સવની બે દિવસની ટૂંકી કાર્યક્રમ સૂચિદિવસ ૧: ૧૨-૦૨-૨૦૨૬ (ગુરુવાર)સવારે ૦૬:૪૫ – ૦૮:૦૦: આગમન યજ્ઞ અને દૈનિક યજ્ઞ સવારે ૦૮:૩૦: ધ્વજારોહણ (સ્વામી દેવવ્રતજી દ્વારા) અને આશીર્વાદ સવારે ૦૮:૪૫ – ૧૦:૩૦: ભવ્ય શોભાયાત્રા અને આર્યગ્રામમાં આગમન સવારે ૧૦:૪૫ – ૧૨:૩૦: ઉદ્ઘાટન સત્ર, મહાનુભાવોનું સ્વાગત અને ઉદબોધન બપોરે ૧૨:૩૦ – ૦૨:૩૦: ભોજન વિરામ અને આત્મ નિરીક્ષણ કસોટી બપોરે ૦૨:૩૦ – ૦૬:૦૦: ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યાખ્યાન અને પૂર્વ સભાસદ સન્માન સાંજે ૦૬:૦૦: સંધ્યા યજ્ઞ અને રાત્રિ ભોજન રાત્રે ૦૮:૦૦ – ૧૦:૧૫: ભજન (કંચનકુમારજી), નાટિકા અને મુનિ સત્યજીતજીનું વ્યાખ્યાન દિવસ ૨: ૧૩-૦૨-૨૦૨૬ (શુક્રવાર)સવારે ૦૭:૪૫ – ૦૮:૪૫: આગમન યજ્ઞ, દૈનિક યજ્ઞ અને અલ્પાહાર સવારે ૦૯:૩૦ – ૧૨:૪૦: મહાનુભાવોનું સ્વાગત, મંત્રપાઠ અને વિદ્વાનોના ઉદબોધન (યુવા શક્તિ નિર્માણ અને આર્યસમાજની પ્રાસંગિકતા પર) બપોરે ૧૨:૪૦ – ૦૨:૦૦: બપોરનું ભોજન બપોરે ૦૨:૦૦ – ૦૫:૦૦: ભજન, મહિલા સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સન્માન વિધિ સાંજે ૦૫:૦૦ – ૦૬:૧૦: મહાનુભાવોના વિચાર, પ્રતિક સન્માન અને સંધ્યા યજ્ઞ રાત્રે ૦૮:૦૦ – ૧૦:૩૦: ભજન, કાર્યકર્તા સન્માન, મુનિશ્રીના આશીર્વાદ અને આભાર દર્શન શાંતિપાઠ અને સમાપન ઉપરોક્ત ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા કાર્યક્રમમાં સહભાગી થવા તમામને આર્ય જગતે જાહેર આમંત્રણ આપ્યું છે.