યુવાને મોરબી સિવિલમાં રસી મુકાવી : અગાઉ નોળિયો કરડ્યા બાદ વૃદ્ધાને હડકવા ઉપડતા મોત નીપજ્યું હતું મોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે નોળિયો કરડ્યા બાદ એક વૃદ્ધાને હડકવા ઉપડતા તેનું મોત નિપજ્યા બાદ ફરી આ જ ગામમાં એક યુવાનને નોળિયો કરડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ યુવાને મોરબી સિવિલમાં પહોંચી રસી મુકાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા અલ્પેશ પટેલ નામના યુવાનને પગના ભાગે નોળિયો કરડયો હતો. તેને ત્યાંથી ત્યાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવી રસી મુકાવવામાં આવી છે. જેથી હડકવાથી બચી શકાય. આ જ ગામમાં અગાઉ શુ બનાવ બન્યો હતો ?માળીયા મિયાણા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા જસુબેન રેવાભાઈ ખીટ ઉ.70 નામના વૃધ્ધા છએક માસ પહેલા પોતાના ઘેર ફળિયામાં કામ કરતા હતા. ત્યારે નોળિયો કરડી ગયા બાદ ત્રણેક દિવસથી હડકવાના લક્ષણો દેખાતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.