મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 11 ફેબ્રુઆરી ને બુધવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 610 ક્વિન્ટલ એટલે કે 3050 મણ કપાસની આવક થઈ છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1570 રૂપિયા સુધી બોલાયા છે. તો 133 ક્વિન્ટલ તુવેરની આવક થઈ છે. તુવેરના સૌથી ઉંચા ભાવ 1600 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે મગફળીના સૌથી ઉંચા ભાવ 1630 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 548, તલના 1800, જીરુંના 4320, બાજરાના 568, રાયડાના 1191, ધાણાના 1712, અડદના 1622, ચણાના 1045, એરંડાના 1280 અને કાળા તલના 4200 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 900, ગુવારના 2000, ભીંડાના 900, ટમેટાના 300, કોબીજના 160, કાકડીના 600, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 320 સુધીના બોલાયા હતા.