ગેરકાયદેસર પ્રવૃત્તિ અને પવનચક્કીઓ અને ગૌચરના દબાણ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર રોષે ભરાયામોરબી: તંત્રની ઢીલી નીતિથી કંટાળીને અરજદારો હવે ઉગ્ર મિજાજ ધારણ કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો મોરબી કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે, જ્યાં માળિયા (મિં.)ના કુંભારીયા ગામના એક અરજદારે ઉગ્ર ભાષામાં પત્ર લખી આગામી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાળાબંધી કરવાની ચીમકી આપી છે.શું છે સમગ્ર મામલો?માળિયાના કુંભારીયા ગામના રહેવાસી રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી સતત અરજીઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ તેમની 30મી અરજી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવી, ગૌચરની જમીન પર થયેલું દબાણ અને પવનચક્કીઓ હટાવવા માટે તેમની પાયાની માંગણી છે.'પત્ર વ્યવહાર બંધ કરો' - આક્રોશિત અરજદારઅરજદારે પત્રમાં રોષ ઠાલવતા લખ્યું છે કે, 'આ તમારા બાપની જાગીર નથી, જો કામ ન કરવું હોય તો પત્ર વ્યવહાર બંધ કરો.' વધુમાં તેઓએ ચીમકી આપી છે કે જો તા. 26/02/2026 સુધીમાં કોઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તેઓ તાળાબંધી કરશે.