પ્રાથમિક શાળા, આંગણવાડી તેમજ શાળાએ ન જતા બાળકોને પણ કૃમિનાશક ગોળીનું વિતરણ કરાયુંમોરબી : બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે 10 ફેબ્રુઆરીએ 'નેશનલ ડી-વોર્મિંગ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે મોરબીના પાનેલી ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા કૃમિનાશક દિવસની ભવ્ય ઉજવણી કરી બાળકોને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આરોગ્ય ટીમ દ્વારા સઘન કામગીરીમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવની સૂચના અને લાલપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા તેમજ સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ પાનેલી અને ગીડચ વિસ્તારમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આયુષ્માન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારી દિલીપ દલસાણીયા, ખુશ્બુબેન પટેલ, ભાવનાબેન ચાવડા અને આશા વર્કર બહેનોએ આ કામગીરીમાં જહેમત ઉઠાવી હતી.શાળાઓ અને આંગણવાડીઓમાં ગોળીનું વિતરણઆ અભિયાન અંતર્ગત નીચે મુજબના સ્થળોએ બાળકોને આવરી લેવામાં આવ્યા હતા:પાનેલી પ્રાથમિક શાળા અને આંગણવાડીગીડચ પ્રાથમિક શાળા અને આંગણવાડીશાળાએ ન જતાં તમામ બાળકોકેમ જરૂરી છે કૃમિનાશક ગોળી?બાળકોમાં કૃમિના સંક્રમણને કારણે લોહીની ઉણપ (એનિમિયા), કુપોષણ અને સતત થાક જેવી સમસ્યાઓ સર્જાય છે. જો બાળકને ભૂખ ન લાગે, સતત ઝાડા રહેતા હોય કે પેટમાં દુખાવો રહેતો હોય, તો તે કૃમિના લક્ષણો હોઈ શકે છે. આથી સરકાર દ્વારા વર્ષમાં બે વખત આલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવે છે. આ ગોળી મીઠી અને ચાવીને ખાવાની હોવાથી બાળકો હોંશે-હોંશે ગળી જાય છે.બાળકોને કૃમિથી બચાવવા આ બાબતોનું રાખો ધ્યાન:આરોગ્ય ટીમ દ્વારા ગ્રામજનોને સમજાવવામાં આવ્યું હતું કે અસ્વચ્છતાને કારણે કૃમિની સમસ્યા વધે છે. તેથી:જમતા પહેલા અને શૌચાલય બાદ હાથ બરાબર સાફ કરવા.ફળો અને શાકભાજી ધોઈને જ વાપરવા.માટીમાં રમ્યા બાદ નખ અને હાથની સફાઈ રાખવી.આ સરાહનીય કામગીરી દ્વારા પાનેલી અને ગીડચના બાળકોને કૃમિ મુક્ત કરી સ્વસ્થ બાળપણ તરફ ડગલું માંડવામાં આવ્યું છે.