મોરબી: મોરબી કરિયાણા એસોસિએશન દ્વારા વેપારી મિત્રોમાં એકતા વધે અને કામના ભારણ વચ્ચે પણ તેઓ ક્રિકેટનો આનંદ માણી શકે તે હેતુથી એક સુંદર અને નવતર પહેલ કરવામાં આવી છે. મોરબીના ઇતિહાસમાં સૌપ્રથમવાર કરિયાણા એસોસિએશન દ્વારા ‘કરિયાણા પ્રીમિયર લીગ’ (KPL) બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ટુર્નામેન્ટ આગામી તારીખ 22/02/2026 ને રવિવારના રોજ બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી વાવડી ગામ ખાતે આવેલ પાટીદાર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ (ન્યારા પેટ્રોલ પંપની બાજુમાં) પર રમાડવામાં આવશે.આ આયોજન અંગે કરિયાણા એસોસિએશને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટમાં કુલ 56 સભ્યો જ ભાગ લઈ શકશે અને તે માટે 'વહેલા તે પહેલાના ધોરણે' રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આયોજનમાં ભાગ લેનાર દરેક ખેલાડી માટે સાંજે ચા-પાણી, નાસ્તો તેમજ રાત્રે સમૂહ ભોજન (જમણવાર) ની વ્યવસ્થા રાખવામાં આવી છે.રજિસ્ટ્રેશન અને નિયમો અંગેની વિગત:આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે વ્યક્તિ દીઠ રૂ. 300/- ફી રાખવામાં આવી છે. ફક્ત કરિયાણા એસોસિએશનના સભ્ય વેપારી મિત્રો માટે જ આ આયોજન મર્યાદિત છે. એક દુકાન પરથી વધુમાં વધુ 2 વ્યક્તિઓ જ નામ નોંધાવી શકશે અને ભાગ લેનારની ઉંમર 16 થી 50 વર્ષ સુધીની હોવી જરૂરી છે.નામ નોંધાવવા માટે નીચે મુજબના વિસ્તારવાર આગેવાનોનો સંપર્ક કરવો:● ગ્રીન ચોક: સચિનભાઈ ભગત (મો. 98798 80008)● લાતી પ્લોટ: કૌશિકભાઇ પટેલ (મો. 99090 81813)● લોહાણા પરા: સાગરભાઈ પૂજારા (મો. 96626 28210)● માર્કેટિંગ યાર્ડ: મુકેશભાઈ ચંદારાણા (મો. 96649 31433)● સામેકાંઠે: નિલેશભાઈ રાચ્છ (મો. 98257 55244)● પરા બજાર: મિતુલભાઈ કોટક (મો. 99252 59159)આ ટુર્નામેન્ટ અને મેચ અંગેના તમામ આખરી નિર્ણયો કમિટી દ્વારા લેવામાં આવશે જે દરેક ખેલાડીને બંધનકર્તા રહેશે. મર્યાદિત સંખ્યા હોવાથી રસ ધરાવતા ક્રિકેટ પ્રેમી વેપારીઓને તાત્કાલિક નામ નોંધાવી લેવા એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.