મણિમંદિર સંગ્રહાલયના નિર્દેશક ઘનશ્યામભાઈ ગઢવીનું વક્તવ્યમોરબી : રાષ્ટ્રના ઉત્થાન અને સામાજિક ચેતના માટે કાર્યરત 'અધ્યયન મંડળ - મોરબી' દ્વારા આગામી 12 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ માસિક કાર્યશાળા અને બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મંદિરો: સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું ગુરુત્વ કેન્દ્રબિંદુ પર વિશેષ વ્યાખ્યાન યોજાશે.કાર્યક્રમની વિગત આગામી તારીખ 12 ફેબ્રુઆરી ને ગુરુવારના રોજ રાત્રે 9 થી 10-30 કલાકે ગાયત્રી ચેતના કેન્દ્ર, શનાળા રોડ, છોટાલાલ પેટ્રોલ પંપ વાળી શેરી, શનિદેવના મંદિરની પાછળ, મોરબી ખાતે આ કાર્યક્રમ યોજાશે.કાર્યશાળાનો વિષય આ બૌદ્ધિક સત્રનો મુખ્ય વિષય 'ભારતીય મંદિરો: સામાજિક અને આર્થિક વ્યવસ્થાનું ગુરુત્વ કેન્દ્રબિંદુ' રાખવામાં આવ્યો છે. આ વિષય પર વક્તા તરીકે રાજકોટના જાણીતા ટી.વી. કલાકાર અને મોરબી મણિમંદિર સંગ્રહાલયના નિર્દેશક ઘનશ્યામભાઈ ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાના વિચારો રજૂ કરશે.મોરબી વાસીઓને આમંત્રણ અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં અધ્યયન મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી સાતત્યપૂર્ણ રીતે આ પ્રકારની કાર્યશાળાઓ ચાલી રહી છે. જેમાં રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયો પર તાર્કિક અને વ્યવહારિક ચર્ચાઓ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં આવા અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી વિચારકોનું મોટું યોગદાન હોય છે. આથી, આ માસિક બૌદ્ધિક મિલનમાં મોરબીના પ્રબુદ્ધ નાગરિકો અને રાષ્ટ્રભક્ત લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અધ્યયન મંડળના સંયોજક ડો. જયેશભાઈ પનારા તથા સહસંયોજકો વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.