મોરબી: મોરબીના યુવાનો માટે મહાનગરપાલિકામાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી છે. મુખ્યમંત્રી યોજના હેઠળ મોરબી મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ● પદનું નામ: સેનેટરી સબ ઇન્સ્પેકટર (એપ્રેન્ટિસ)● કુલ જગ્યાઓ: 30ઈન્ટરવ્યુની માહિતી: ● તારીખ: 12 ફેબ્રુઆરી, 2026 ● સમય: સવારે 10:00 વાગ્યે ● સ્થળ: મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, મોરબીઉમેદવારો માટે સૂચના:આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા ઈચ્છતા લાયક યુવક-યુવતીઓએ પોતાના સંપૂર્ણ અભ્યાસના પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે નિયત સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે. મોરબી મહાનગરપાલિકાની મહેકમ શાખા દ્વારા આ અંગેની સત્તાવાર અખબારી યાદી જાહેર કરવામાં આવી છે.