મોરબી : મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 10.02.2026ના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. ઘૂંટુ સબસ્ટેશનમાંથી નીકળતા માંડલ એ.જી. ફીડર મેન્ટેનન્સ કામગીરી અર્થે સવારે 9 થી બપોરે 5 સુધી બંધ રહેશે. રામનગર JGY સવારે 8.30 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. લખધીરપુર સબસ્ટેશનમાંથી નીકળતા બાલાજી ફીડરમાં સવારે 8.30 થી બપોરે 2 સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય, તેમજ ઔદ્યોગિક (એચ.ટી), વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.