મોરબી: મોરબી નાગરિક સહકારી બેંકની રસાકસીભરી ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ, મોડી રાત્રે મતગણતરીના અંતે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 31.25% જેટલા ધીમા મતદાન વચ્ચે પણ પરિણામોમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. જાહેર થયેલા આંકડા મુજબ 'ફૂલ' નિશાન ધરાવતા ઉમેદવારોએ જોરદાર પ્રદર્શન કર્યું છે.પરિણામની મુખ્ય હાઈલાઈટ્સ:● ટોપર: 'ફૂલ' નિશાન પર ચૂંટણી લડનાર દીપકભાઈ આર. પોપટ સૌથી વધુ 1032 મત મેળવીને પ્રથમ ક્રમે રહ્યા છે.● બીજો ક્રમ: પરેશભાઈ જી. કચોરીયા (ફૂલ) 991 મત સાથે બીજા ક્રમે રહ્યા છે.● ત્રીજો ક્રમ: સંજયભાઈ આર. ધોળકિયા (ફૂલ) 969 મત મેળવી ત્રીજા સ્થાને રહ્યા છે.ક્યાં ઉમેદવારને કેટલા મત મળ્યા ● દીપકભાઈ આર. પોપટ | ફૂલ | 1032 ● પરેશભાઈ જી. કચોરીયા | ફૂલ | 991● સંજયભાઈ આર. ધોળકિયા | ફૂલ | 969● ભૂપતભાઈ પી. રવેશિયા | ફૂલ | 967 ● અશ્વિનભાઈ ટી. કોટક | સિંહ | 926 ● મનીષકુમાર પી. ઓગણજા | ફૂલ | 922● ભરતભાઈ આર. મીરાણી | સિંહ | 857 ● હિમાંશુભાઈ બી. રવેશિયા | ફૂલ | 897● અજયભાઈ એ. કોટક | સિંહ | 909 ● કુશલભાઈ એમ. હિરાણી | સિંહ | 851● દીપકભાઈ એમ. સોમૈયા | સિંહ | 842 ● નિલેષભાઈ પી. ખખ્ખર | સિંહ | 814પરિણામ શીટ મુજબ ટોપ 4 માં તમામ ઉમેદવારો 'ફૂલ' નિશાન વાળા વિજેતા બન્યા છે, જ્યારે 'સિંહ' નિશાન વાળા ઉમેદવારોમાં અશ્વિનભાઈ કોટકે સૌથી વધુ 926 મત મેળવી પાંચમો ક્રમ મેળવ્યો છે. રાતભર ચાલેલી ગણતરી બાદ હવે નાગરિક બેંકમાં સત્તાનું સુકાન કોના હાથમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.