મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજિત અને મોરબી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી સંચાલિત રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ મોરબી ખાતે ગત 8 અને 9 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરા લોકવાદ્ય-અ વિભાગ સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા થયેલ છે. જે બદલ મોરબી જિલ્લાના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ તેમજ શાળા પરિવાર અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દ્વારા મહેન્દ્રને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.