૧૦૦% મુદ્દામાલ સાથે બેની ધરપકડમોરબી: ટંકારા-રાજકોટ હાઈવે પર ચાલુ રિક્ષાએ મહિલાના ગળામાંથી સોનાના હારની ચિલઝડપ કરનાર રીઢા આરોપી અને ચોરીનો માલ રાખનાર સોની વેપારીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ ૧૦૦% મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ ₹૬,૮૧,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતગત તારીખ ૦૪/૦૨/૨૦૨૬ના રોજ વાંકાનેરના પલાસગામના રહેવાસી ધુનાબેન ગમારા ટંકારા-રાજકોટ હાઈવે પર રિક્ષામાં જઈ રહ્યા હતા. ત્યારે મિતાણા ઓવરબ્રિજ પાસે બપોરના સમયે કાળા કલરના મોટર સાયકલ પર આવેલા એક અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે પાંચ તોલાના સોનાના હારનો અડધો ભાગ (ચગદાવાળો ભાગ) ઝૂંટવી લીધો હતો અને નાસી છૂટ્યો હતો. આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસની તપાસ અને ધરપકડમોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એમ.પી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રાજકોટના સંદિપ જીતેન્દ્રભાઇ પંડ્યાનું નામ ખુલ્યું હતું. પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી. આરોપીએ કબૂલાત આપી હતી કે તેણે લૂંટેલા સોનાના હારનો રાજકોટના સોની બજારમાં શ્રીકાંત હેમંતભાઇ સોની પાસે ઢાળિયો કરાવીને વેચી નાખ્યો હતો. પોલીસે સોની વેપારીની પણ ધરપકડ કરી સોનાનો ઢાળિયો અને રોકડ રકમ કબજે કરી છે. ઝડપાયેલ મુદ્દામાલ:સોનાનો ઢાળિયો: ૨૨ કેરેટ (વજન ૨૩.૬૬૦ ગ્રામ) – કિંમત ₹૩,૩૧,૦૦૦, રોકડ રકમ: ₹૩,૦૦,૦૦૦, મોટર સાયકલ: હીરો સ્પ્લેન્ડર (GJ-03-NE-5054) – કિંમત ₹૫૦,૦૦૦, કુલ મુદ્દામાલ: ₹૬,૮૧,૦૦૦ આરોપીની મોડસ ઓપરેન્ડીઆરોપી સંદિપ પંડ્યા ગુનો આચરતા પહેલા પોતાની ઓળખ છુપાવવા મોઢા પર રૂમાલ બાંધતો અને બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો હતો. તે ખાસ કરીને સોનાના દાગીના પહેરેલી મહિલાઓને ટાર્ગેટ કરી મોકો મળતા જ ચિલઝડપ કરીને ફરાર થઈ જતો હતો. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. એમ.પી. પંડ્યા, પી.એસ.આઈ. બી.ડી. ભટ્ટ, પી.એસ.આઈ. જે.પી. કણસાગરા તથા પેરોલ ફર્લો સ્ક્વોડ અને ટેકનિકલ ટીમ જોડાઈ હતી. #Morbi #MorbiPolice #CrimeNews #LCBMorbi #Tankara #ChilZadap #GujaratPolice #PoliceAction #BreakingNewsGujarat