માર્ચ ૨૦૨૬ સુધી ફેરા લંબાવવાનો પશ્ચિમ રેલવેનો નિર્ણય : ૮ ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ થશેરાજકોટ : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા અને વેરાવળની બે જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે, જેના કારણે મુંબઈ તરફ જતા મુસાફરોને મોટી રાહત મળશે.રેલવે તંત્ર દ્વારા જારી કરાયેલી વિગતો મુજબ, જે બે ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે તેની વિગતો નીચે મુજબ છે.(૧) ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલટ્રેન નં. ૦૯૫૬૨ (ઓખા – બાંદ્રા ટર્મિનસ): આ ટ્રેનના ફેરા ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે.ટ્રેન નં. ૦૯૫૬૧ (બાંદ્રા ટર્મિનસ – ઓખા): આ ટ્રેનના ફેરા ૨૫ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે.(૨) વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલટ્રેન નં. ૦૯૦૧૮ (વેરાવળ – બાંદ્રા ટર્મિનસ): આ ટ્રેન હવે ૩૦ માર્ચ, ૨૦૨૬ સુધી દોડશે. ટ્રેન નં. ૦૯૦૧૭ (બાંદ્રા ટર્મિનસ – વેરાવળ): આ ટ્રેનના ફેરા ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે.બુકિંગ ક્યારથી શરૂ થશે?ઉપરોક્ત લંબાવવામાં આવેલી તમામ ટ્રેનોના ફેરા માટેનું બુકિંગ તારીખ ૦૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે. મુસાફરો તમામ PRS કાઉન્ટરો પરથી તેમજ IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની સંરચનામાં કોઈ ફેરફાર છે કે કેમ તેની વિગતવાર માહિતી માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લેવા રેલવે તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.