મોરબી: મોરબી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોના નાગરિકોની સુવિધા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, ત્યાંના જૂના જન્મના દાખલામાં બાળકના નામ સુધારવા માટે હવે ઓનલાઇન અરજી કરી શકાશે. નવી પદ્ધતિ અને પંચાયત વાઇઝ કોડઇ-ઓળખ પોર્ટલ પર નામ સુધારવામાં પડતી મુશ્કેલીઓને કારણે હવે અરજદારોએ dc.crsorgi.gov.in/crs/ પોર્ટલ પર જઈને માતા અથવા પિતાના નામનું લોગીન આઈડી બનાવવાનું રહેશે. અરજી કરતી વખતે રજીસ્ટ્રેશન નંબરની આગળ જે-તે પંચાયતનો ફાળવેલ સ્પેશિયલ કોડ લખવો ફરજિયાત છે. પંચાયત મુજબના કોડની વિગત: લીલાપર: L રવાપર: R શક્ત શનાળા: S નાની વાવડી: N અમરેલી: A ભડિયાદ: B ત્રાજપર: T મહેંદ્રનગર: M અરજી માટે જરૂરી દસ્તાવેજો૧. જુનો જન્મનો દાખલો૨. માતા-પિતાના આધાર કાર્ડ આ દસ્તાવેજો અપલોડ કરી ઓનલાઇન અરજી કરવાથી નવા ફોર્મેટમાં બાળકના પૂરા નામ વાળો દાખલો મળી શકશે. વધુ વિગત માટે અરજદારોએ જન્મ મરણ શાખા, સિવિક સેન્ટર, મોરબી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા જણાવાયું છે. #Morbi #MorbiUpdate #MorbiMunicipalCorporation #BirthCertificate #DigitalIndia #GujaratNews #PublicNotice