'ઉત્તમ શિક્ષણ થકી બનશે ઉજ્જવળ સમાજ' : શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયામોરબી: સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ – મોરબી દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે સંતો, સમાજના અગ્રણીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.મંત્રી બાવળિયાએ આ તકે જણાવ્યું હતું કે, ઉત્તમ શિક્ષણ થકી ઉજ્જવળ સમાજનું નિર્માણ થાય છે. શિક્ષણ અને સમાજ ઉત્થાન માટેનું આ મહત્વપૂર્ણ પગલું આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થાય તેવી શુભકામનાઓ.