મોરબી: ઘણીવાર ગ્રાહકો મોંઘા મૂલ્યે વસ્તુઓની ખરીદી કરતા હોય છે અથવા કોઈ સેવા મેળવતા હોય છે, પરંતુ તેમાં તેમને યોગ્ય વળતર મળતું નથી અથવા તેઓ છેતરાયાનો અનુભવ કરે છે. આવા સમયે મોટાભાગના ગ્રાહકો મૌન રહીને અન્યાય સહન કરી લેતા હોય છે. પરંતુ હવે ગ્રાહકોએ ડરવાની કે મૌન રહેવાની જરૂર નથી. ભારત સરકારની નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) તમારી સમસ્યાના નિવારણ માટે સજ્જ છે.તાજેતરમાં મોરબીના જાગૃત નાગરિક મેહુલ ગાંભવા દ્વારા આ હેલ્પલાઇનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી છે.કઈ રીતે નોંધાવશો ફરિયાદ?ગ્રાહકો પોતાની ફરિયાદ નીચે મુજબની વિવિધ રીતે નોંધાવી શકે છે:મોબાઇલ એપ દ્વારા:પ્લે સ્ટોર પર જઈને 'National Consumer Helpline' એપ ડાઉનલોડ કરો.તમારા આઈડી સાથે લોગિન કરી 'Register Grievance' વિકલ્પ પસંદ કરો.પ્રોડક્ટની વિગતો, ખામી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફરિયાદ સબમિટ કરો.ટોલ-ફ્રી નંબર:તમે સીધા જ 1800-11-4000 અથવા 1915 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.વોટ્સએપ (WhatsApp):8800001915 નંબર પર 'Hi' લખીને મોકલી ચેટબોટ દ્વારા સરળતાથી ફરિયાદ નોંધાવી શકાય છે.એસએમએસ (SMS):8800001915 નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ તમારી વિગતો સબમિટ કરી શકાય છે.ભ્રામક જાહેરાતોથી છેતરાયા હોવ તો પણ થશે કાર્યવાહીજો કોઈ કંપની લોભામણી કે ભ્રામક જાહેરાત (Misleading Advertisement) આપીને તમને છેતરે, તો તેના વિરુદ્ધ પણ તમે આ પોર્ટલ પર 'Misleading Grievance' સેક્શનમાં જઈને ફરિયાદ કરી શકો છો.ગ્રાહકોમાં જાગૃતિ આવે અને તેઓ પોતાના અધિકારો માટે લડે તે હેતુથી આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. છેતરાયા હોવ તો મૌન ન રહો, અવાજ ઉઠાવો!